પ્રદુષણ ! મોરબી કચરો લઈ જવાને બદલે સળગાવી દેવાય છે

- text


પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો

મોરબી : મોરબી પાલિકાના સફાઈ કર્મચારીઓ બાગ-બગીચા, રોડ રસ્તાની સફાઈ કરી એકત્ર કચરો ભરવાને બદલે જે તે જગ્યાએ સળગાવી નાખતા હોવાથી વાયુ પ્રદુષણ થાય છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળે છે.

- text

આ અંગે જીતુભાઈ જણાવે છે કે પાલીકાના સફાઈ કર્મચારીઓ રોડ રસ્તા, બાગ-બગીચાની સફાઈ કરી કચરો એકત્ર કરે છે. જેમાં ખાસ કરીને ગાંધીચોકથી ગાંધીબાગ, કેસરબાગ સહિતના વિસ્તારોમાં એકત્ર કચરો ટ્રોલી, ટ્રેક્ટરમાં ભરવાને બદલે સળગાવી નાખે છે. કચરો ભરવા માટે ટ્રેક્ટર ટ્રોલી પણ રાખેલા છે તેમ છતાં કચરો સળગાવી નાખવામાં આવે છે. પ્લાસ્ટિક સહિતનો કચરો સળગાવી નાખતા વાયુ પ્રદુષણ પણ થઈ રહ્યું છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text