વીસી ફાટકે અન્ડરપાસ બનાવો : મુખ્યમંત્રીને રજુઆત

- text


અહીં ટુંકી જગ્યા હોય ઉપરાંત વધુ પડતા વાહનોની આવન જાવન હોવાથી આ અંગે વહેલી તકે નિર્ણય લેવા સામાજીક કાર્યકરની માંગ

મોરબી : મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે. તેને લીધે અકસ્માતો થાય છે. વી.સી. ફાટકે જો અંડરપાસ બ્રિજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. તેવી સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે ફાટકથી આવન-જાવન બંને માટે અંડરપાસ બ્રીજ ખુબ જ ઉપયોગી થશે. અત્યારે સામાકાંઠે નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે. તેથી વધુમાં વધુ ટ્રાફીક વી.સી. ફાટક પાસે થાય છે. અહીં ટુંકી જગ્યા છે. વધુ પડતા વાહનોની આવન જાવન છે. ટુ વ્હીલર, એસ.ટી. સહિતના વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે.

- text

તેથી વહેલી તકે મોરબી વી.સી. ફાટક અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ છે. ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને ફરીથી બને તો કમ્પાઉન્ડની વધારાની જમીનમાં રોડ બની શકે તેમ છે તે પણ કરવું જરૂરી છે. સરકારી જમીનનો ઉપયોગ થઈ શકે.

મોરબી નગરથી સામા કાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે. માટે સમય બચે તે પણ જરૂરી છે. ટુંકી જગ્યા હોવાથી ટ્રાફીક TRB જવાનો પ્રજા વચ્ચે ઘર્ષણ થાય છે. આ બધી જ સમસ્યા નિવારવા માટે વહેલી તકે મોરબી વી.સી. ફાટક અંડરપાસ બ્રીજ બનાવવો જરૂરી બને છે.

- text