વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોની ધરપકડ

- text


હાઇવે ઉપર જાહેરમાં ફટાકડા ફોડી તમાશો કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

વાંકાનેર : વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે. ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડીયા ઉપર વાંકાનેર પંથકનો નેશનલ હાઈવે ઉપર ફટાકડા ફોડી લોકોમા ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો વાયરલ થયેલ હોય જેને ધ્યાને લઇ વાંકાનેર સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો જોઈ સ્થળ તેમજ વ્યક્તિઓની ઓળખ કરી તાત્કાલીકના ધોરણે તમામ ઈસમો વિરુધ્ધ વાંકાનેર સીટી પોસ્ટે એ પાર્ટ ગુરનં-૦૨૮૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ. ૨૮૩, ૨૮૬,૩૩૬,૧૧૪ તથા એમ.વી. એકટ કલમ-૧૨૨ મુજબ ગુન્હો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો.

- text

પોલીસે બુરહાનુદીન તૈયબઅલી મલકાની ઉ.વ.૨૬ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર, હુશેન ઉર્ફે બાજી સબીરભાઈ હાથી ઉ.વ.૨૮ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર, અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી ઉ.વ.૩૧ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર, અજીજભાઇ મુસ્તુભાઈ સરાવાલા ઉ.વ.૨૭ રહે.વોરાવાડ શેરી નં.૬ વાંકાનેરવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફોર્ચ્યુનર કાર રજી.નંબર- GJ- 03- MH- 5300 કબ્જે કરી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલા, એ.એસ.આઈ નારણભાઈ લાવડીયા, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા, માલાભાઈ ગાંગીયા, ધર્મરાજભાઈ ગઢવી રોકાયેલ હતા.

- text