29 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 29 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ ચોથ, વાર શુક્ર છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1849 – ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.

1857 – મંગલપાંડે નામના ભારતીય સિપાઇએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું.

1886 – ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.

1953 – હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવ્યું.

1982 – એન.ટી. રામારાવ દ્વારા રાજકીય પક્ષ તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના.

1936 – જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.

1999 – પેરાગ્વેના પ્રમુખ રોલ ક્યુબાસનું રાજીનામું.

2001 – યુનાઇટેડ સ્ટેટ્સે ગ્લોબલ વોર્મિંગ પર ક્યોટો સંધિ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

2003 – તુર્કી એરલાઈન્સના વિમાનના અપહરણકારોએ આત્મસમર્પણ કર્યું.

2004 – ‘આયરલેન્ડ ગણતંત્ર’,વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.

2008 – ઇરાકમાં અમેરિકાના બોમ્બ વિસ્ફોટથી 48 લોકો માર્યા ગયા.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1913 – ભવાની પ્રસાદ મિશ્રા – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ અને ગાંધીવાદી વિચારક.

1928 – રોમેશ ભંડારી – દિલ્હીના ઉપ રાજ્યપાલ અને ત્રિપુરા, ગોવા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.

1929 – ઉત્પલ દત્ત – હિન્દી અને બંગાળી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા. (મૃ. ૧૯૯૩)

1943 – જ્હોન મેજર – બ્રિટનના વડાપ્રધાન.

1998 – અદિતિ અશોક – ભારતના પ્રોફેશનલ ગોલ્ફર.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1943 – લક્ષ્મણ નાયક, પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૮૯૯)

1963 – સિયારામશરણ ગુપ્ત – પ્રખ્યાત હિન્દી લેખક

2020 – શ્યામ સુંદર કલાણી – દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં સુગ્રીવની ભૂમિકા ભજવનાર કલાકાર.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text