વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીના પ્રવાસે

સ્ટાર પ્લેયર રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને કરાવશે પ્રેક્ટિસ : મોરબીવાસીઓ પણ તેમને જોવા આવી શકશે

મોરબી : વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીના પ્રવાસે આવવાની છે. અહીં તે સ્ટાર પ્લેયર રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવશે.

મોરબીના આંગણે સૌ પ્રથમવાર વુમેન્સ પ્રીમિયમ લીગની ચેમ્પિયન ટીમની પ્લેયર આવી રહી છે. તા.1 અને 2 એપ્રિલના રોજ રિયલ ક્રિકેટ એકેડમિમાં આશા શોભના જોય નામની પ્લેયર બે દિવસ માટે પ્રેક્ટિસ માટે આવી રહી છે. આશા 2024માં વુમન પ્રીમિયર લીગમાં બીજા નંબર ઉપર વિકેટ લેવામાં રહી છે. અને આરસીબીને ચેમ્પિયન બનાવવામાં તેનો સિંહફાળો રહ્યો છે. તેને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા જોવા માટે મોરબીવાસીઓને રિયલ ક્રિકેટ એકેડમી ખાતે પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.