મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

- text


વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો 

મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરતા ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો છે.

પોલીસે આ મામલે જાહેર કર્યું છે કે સોશિયલ મીડીયામાં મોરબીના TRB જવાન સાથે બોલાચાલી કરતો વીડિયો વાયરલ થયેલ હતો. જેમાં બોલાચાલી કરનાર વ્યક્તિની પોલીસ તપાસ કરતા એક બાળકિશોર મળી આવેલ હતો. જેથી તેનાં વાલીને કાયદાકીય સમજ કરવામાં આવેલ અને કિશોરના વાલી દ્વારા ભવિષ્યમાં કાયદાનું પાલન કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

- text

- text