પેટ્રોલ પુરવા માટે લાઈનમાં રહેવાનું કહેતા પેટ્રોલપંપ સંચાલક ઉપર હુમલો

- text


હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં પેટ્રોલ પુરાવવા આવેલા શખ્સે લાઈનમાં ઉભા રહેવાને બદલે લાઈન તોડી વચ્ચેથી પેટ્રોલ પુરવાનું કહેતા પેટ્રોલપંપ સંચાલકે લાઈનમાં આવવા જણાવતા ઉશ્કેરાયેલા શખ્સે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે મળી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામ નજીક ટીકર ચોકડી પાસે આવેલા ચંડી પેટ્રોલ પંપના સંચાલક કૈલાશસિંગ બલવીરસિગ ચૌહાણ, રહે.હાથી ભાટા ગામ, તા.માંડલ જી.ભીલવાડા, રાજસ્થાન હાલ રહે,ટીકર ચોકડી વાળાએ આરોપી જયદીપભાઈ દિનેશભાઈ ડાભી તથા તેના સાથે આવેલ અજાણ્યાં ત્રણ માણસો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27ના રોજ તેમના પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં પેટ્રોલ પુરાવા આવ્યો હતો. ત્યારે લાઈનમાં ઉભા રહેવાને બદલે વચ્ચેથી પેટ્રોલ પુરવાનું કહેતા ફરિયાદી કૈલાશસિંગ બલવીરસિગ ચૌહાણે ના પાડી લાઈનમાં આવવાનું કહેતા આરોપી જયદીપભાઈ દિનેશભાઈ ડાભીને સારું નહીં લાગતા ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી જયદીપભાઈ દિનેશભાઈ ડાભી અન્ય ત્રણ માણસોને લઈને પરત આવી ધોકા અને પાઇપ વડે હુમલો કરી ફરિયાદી કૈલાશસિંગ બલવીરસિગ ચૌહાણ અને સાહેદ દર્શનભાઈ રસીકભાઈ ગઢવાણાને ઈજાઓ પહોંચાડી બાઇકમાં તોડફોડ કરતા હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text