મોરબીની માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

- text


મોરબી : મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ મોરબીની માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

આગામી 30 માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.5 અને 8 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રર્સ ટેસ્ટ CET ની પરીક્ષા લેવાનાર હોય છેલ્લા દોઢેક માસથી શિક્ષકો દ્વારા કસોટીઓ તૈયાર કરી મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં કસોટીઓ લેવામાં આવે છે. દર રવિવારે પણ જુદા જુદા સેન્ટર પર સીઆરસી પર તજજ્ઞ શિક્ષકો વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારીઓ કરાવે છે. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અવારનવાર શાળાઓની CET વર્ગોની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડે છે. ત્યારે આજે માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લઈ વર્ગોમાં ચાલતાં શિક્ષણકાર્યનું કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબનું નિરીક્ષણ કર્યું હતું.

- text

તેમજ અત્યાર સુધી કુલ 10 ટેસ્ટ લેવાયેલ છે. જેમાં ધો.5-A માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર આશા ચુનીલાલ પરમાર, અંકિતા મનસુખભાઈ ડાભી, કૃપાલી દિલીપભાઈ પરમાર, 5-B પૂજા કાંતિલાલ પરમાર, મિરલ રમેશભાઈ ચાવડા, શીતલ રમેશભાઈ ચાવડા, ધો.8-A જાનવી હિતેશભાઈ ભટ્ટ, દીક્ષિતા ભરતભાઈ ખંઢેરિયા, હેતવી ઈશ્વરભાઈ કંજારીયા, ધો.8-B માં શિલ્પા હરિલાલ પરમાર, રાજલ મનસુખભાઈ ડાભી, પ્રશંમ ગીરીશભાઈ નકુમ, કુમાર શાળાના ધો.5 માં રોહિત નાગજીભાઈ વાઘેલા, રાહુલ મનસુખભાઈ પરમાર, શ્રવણ મણિલાલ હડિયલ, ધો.8માં હિરેન જયેશભાઇ પરમાર, અંકિત ધનજીભાઈ કંજારીયા, દિપકભાઈ માવજીભાઈ કંજારીયા વગેરે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને ડીડીઓના વરદ હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને હોલ ટિકિટ અર્પણ કરી કોમન એન્ટરન્સ ટેસ્ટમાં સર્વોત્તમ દેખાવ કરી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધારી ભવિષ્યમાં સરકારના ઉચ્ચ પદો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ડી.આર.ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તુષારભાઈ બોપલીયા (આચાર્ય, કુમાર શાળા) અને દિનેશભાઈ વડસોલા (આચાર્ય, કન્યા શાળા) તેમજ બંને શાળાના સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text