મોરબી તાલુકા શાળાની મુલાકાત લેતા ડીડીઓ અને ડીપીઓ

- text


મોરબી : મોરબી જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરએ પીએમ તાલુકા શાળા નં.2, દરબારગઢની મુલાકાત લીધી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાલીગણને સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાની સચોટ અને સ્પષ્ટ માહિતી આપી હતી.

શાળાની મુલાકાત દરમિયાન સરકારી શાળામાં કોમ્યુટર લેબ, વિજ્ઞાનની પ્રયોગ શાળા, રમતગમતના સાધનો, કન્યાની સ્વ રક્ષણ તાલીમ, સાયન્સ સિટી જેવા વિવિઘ શૈક્ષણીક પ્રવાસ, ટવિનીગ કાર્યક્ર્મ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી ડીડીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સરકારી શાળાઓમાં થાય છે. જેમા જ્ઞાન સાધના, જ્ઞાન સેતું, NMMS, PSE અને જવાહર નવોદય જેવી વગેરે સરકારી યોજનાની વાલિગણને જાણકારી આપી હતી અને તેનાથી વિદ્યાર્થીઓને થતા ફાયદાઓ જણાવ્યા હતાં.

ડીડીઓએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા. અભ્યાસની સાથે સાથે મતદાન જાગૃતિ બાબતની વાલીગણ સાથે ચર્ચા કરી હતી. સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. તેમાં આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. આ રાષ્ટ્રિય પર્વની મતદાન કરી ઊજવણી કરવી જોઇએ અને છેલ્લે સર્વ લોકોએ મતદાન જાગૃતિ અને મતદાન માટેના શપથ લીધા હતા.

- text

- text