મોરબીના કાંતિપૂરમાં દીપડો દેખાયો : ફોરેસ્ટની ટીમના ધામા

- text


મોરબી : મોરબીના કાંતિપૂર ગામે દીપડો આવી ચડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેને પગલે હાલ ફોરેસ્ટની ટીમે ગામમાં ધામા નાખી દીપડાના સગડ મેળવવા કવાયત શરૂ કરી છે.

કાંતિપૂર ગામના વાસુદેવભાઇએ જણાવ્યું હતું કે તેમના ગામમાં દીપડો આવી ગયો છે. આ અંગે જાણ થતાં જ આખું ગામ ભેગું થઈ ગયું હતું. વધુમાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી તેઓની ટિમ પણ ગામમાં આવી ગઇ છે.

- text

આરએફઓ જયદીપસિંહ જાડેજા અને તેમની ટિમ હાલ ગામમાં દીપડાના સગડ મેળવવા માટે તપાસ હાથ ધરી રહી છે. વધુમાં એવી માહિતી મળી રહી છે કે આ દીપડો તીથવા બાજુથી આવ્યો છે. અગાઉ તે ગજડીમાં પણ દેખાયો હતો. હાલ ફોરેસ્ટ વિભાગ એલર્ટ ઉપર છે અને દીપડાનું લોકેશન મેળવવા પ્રયાસ કરી રહી છે.

 

- text