અકસ્માતથી બચવા પદયાત્રીકોના બેગ અને વાહન પાછળ પોલીસે દ્વારા રેડિયમ લગાડાયું

- text


ટંકારા : હોળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા તરફ જઈ રહ્યા છે. આ પદયાત્રીકોને ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ પદયાત્રીકોને અકસ્માતથી બચાવવા માટે તેઓની બેગ અને વાહન પાછળ રેડિયમ સ્ટીકર પણ લગાવીને સાવધાની રાખવા માટેની માહિતી પણ આપી છે.

ટંકારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.જે. ધાંધલ સહિતના સ્ટાફ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતા લતીપર પણ ચોકડી ખાતે ધોમ ધક્તા તાપમાં ચાલીને જઈ રહેલા પદયાત્રિકો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ચાલીને જતા સમયે વાહનો સાથે અકસ્માત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે પદયાત્રીકોના બેગ અને વાહનો પાછળ રેડિયમ સ્ટીકર પણ પોલીસે લગાવી આપ્યું હતું. સાથે જ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટેની ઝીણવટ ભરી માહિતી પદયાત્રીકોને આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text