મોરબી-દાહોદ વચ્ચે 25 વધારાની એસટી બસો શરૂ કરાશે

- text


હોળી-ધુળેટીએ દાહોદ વિસ્તારના શ્રમિકો વતન વાપસી કરતા હોય મોરબી એસટી વિભાગનું આયોજન

દાહોદની 48 એક્સ્ટ્રા બસ દોડાવી ગત વર્ષે મોરબી ડેપોએ 4.96 લાખની વધારાની આવક મેળવી હતી

મોરબી : મોરબી જિલ્લામાં ખેતીવાડી અને સીરામીક ઉદ્યોગમાં દાહોદ અને ગોધરા પંથકના શ્રમિકો મોટીસંખ્યામાં કામ કરી રહ્યા છે અને આ શ્રમિકો હોળી-ધુળેટીનો તહેવાર માદરે વતનમાં ઉજવવા માટે વતનની વાટ પકડતા હોવાથી મોરબી એસટી વિભાગ દ્વારા દરવર્ષની જેમ એક્સ્ટ્રા રૂટની સંચાલન કરવા નક્કી કરી 15માર્ચથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે, ગત વર્ષે મોરબી એસટી તંત્રને 4.96 લાખની વધારાની આવક થઇ હતી.

જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવે તેમ મોરબી જિલ્લામાં ખેતીવાડી, સીરામીક તેમજ બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો પોતાના વતન જવા દોટ મુક્ત હોય છે ત્યારે આ લોકો સરળતાથી પોતાના વતન પહોંચે તેના માટે મોરબી એસટી ડેપો દ્વારા રૂટિનની સાથે એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી રહી છે. મોરબી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં સૌથી વધુ મજૂરો દાહોદ સાઈટના હોય છે અને હાલ હોળીનો તહેવાર આવતો હોવાથી પોતાના વતન જવા માટે ડેપોમાં મોરબીથી દાહોદ જવા માટે પેસેન્જરો ઘસારો જોવા મળે છે. હાલ તો દરરોજ મોરબીથી 21 જેટલી બસો દાહોદ બાજુ દોડે છે પરંતુ વધુ પેસેન્જરોને પહોંચી વળવા માટે 15 તારીખથી એક્સ્ટ્રા બસો શરુ કરી છે જેમાં પહેલા ત્રણ દિવસ એક – એક અને પછી જેમ જરૂર પડશે તેમ વધારવામાં આવશે અને 24 તારીખ સુધીમાં 25 બસો દ્વારા 50 જેટલી વધારાની ટ્રીપો દોડાવવામાં આવશે અને હોળી તહેવારમાં ડેપોને 4.5 લાખની વધારાની આવક થવાનો અંદાજ લગાવાયો છે .

એસ.ટી. ડેપોની છેલ્લા એક સપ્તાહની આવક જોઈએ તો 9મી માર્ચે, 5,14,000, તા.10માર્ચે 5,32,000, તા.11 માર્ચે 6,15,243, તા.12 માર્ચે 5,58000, તા.13 માર્ચે 5,63,600, તા.14માર્ચે 5,56,366 અને તા.15માર્ચે 4,44,000 આવક થઇ હતી. અને હોળી નિમિતે દરરોજ ની વધારાની 30,000 આવક થવાનો અંદાજ છે અને એમાંય હોળીના છેલ્લા 2 દિવસમાં રાજકોટ, જામનગર, દાહોદ સહિતના રૂટ પર મુસાફરોનો ઘસારો વધે તેમ હોવાનું સત્તાવાર રીતે એસટી ડેપો મેનજરે જાહેર કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text