પ્રોહિબિશનના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબીએ રાજસ્થાનથી ઝડપ્યો 

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચી લીધો છે.

પોલીસે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 18 વર્ષથી નાસતો ફરતો આરોપી પુનમારામ ઉર્ફે પૂનમચંદ ભીખારામ બિશ્નોઈ (રહે. અરણાઈ, તા.જિ સાંચૌર, રાજસ્થાન) છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે હૈદરાબાદ ખાતે રહેતો હોય અને હાલ પોતાના વતનમાં રાજસ્થાન પાલી જિલ્લાના રોહટ ખાતે હોવાની હકીકત મળતા મોરબી એલસીબીની ટીમ રાજસ્થાન પહોંચી હતી. ત્યાં આરોપી પુનમારામ ઉર્ફે પુનમચંદ ભીખારામ માંજુ/બિશ્નોઈ (ઉં.વ. 58) મળી આવતા તેને પકડીને મોરબી ખાતે લાવી ટંકારા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

- text

- text