મોરબીમાં નવલખી ફાટકેથી બાઈક ચોરી કરનાર તસ્કર ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીફાટક પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળેલા આરોપી મિલનભાઇ અતુલભાઇ દવે, રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી વાળાને અટકાવી પૂછતાછ કરતા ગોળ ગોળ જવાબ આપી કાગળો રજૂ ન કરતા સઘન પૂછપરછમા બાઈક ચોરી કર્યાનું કબુલતા અટકાયતમાં લીધો હતો.વધુમાં આરોપીએ બાઈક મોરબીના નવલખી ફાટક ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા 20 હજારનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

- text

- text