ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબીના ત્રણ ડમ્પર પકડી પાડ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબીના ટિમ્બડી પાટિયા નજીકથી ખનીજ પરિવહન કરતા ત્રણ ડમ્પર ટ્રકને ખનીજ ચોરી સબબ ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યા છે. આ ત્રણેય ટ્રક ડમ્પર ચાલકો વિરુદ્ધ હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ખાણ ખનીજ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર અંકિત ભટ્ટે જણાવ્યું હતું.

- text

- text