મોરબી અને ટંકારાના રૂ.7.45 કરોડના રોડના કામો અને સિંચાઈ યોજનાના રૂ.31 કરોડના કામોને મંજૂરી

- text


સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને પગલે સરકારની વિકાસકામો માટે લીલીઝંડી

મોરબી : સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોના આધારે મોરબી તાલુકા અને ટંકારા તાલુકાના રોડ રસ્તાના 7.45 કરોડના કામો તથા ટંકારા તાલુકાની ડેમી સિંચાઇ યોજના અંતર્ગત નેસડા(ખા), ધુનડા(ખા), મહેન્દ્રપુર તથા નાના રામપર ગામનાં સૌની યોજના આધારિત ડેમી-૨ માંથી તળાવો ભરવા માટે અંદાજિત રકમ રૂ. 31.06 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.

રોડના કામોમાં મોરબી તાલુકામાં લૂંટાવદર રોડ 1 કિમિ માટે રૂ.50 લાખ, આંદરણા સમલી રોડ 2.50 કિમિ માટે રૂ.2 કરોડ, ટંકારા તાલુકામાં નસીતપર મોટા રામપર નાના ઉમિયાનગર રોડ 3.5 કિમિ માટે રૂ. 1 કરોડ , નેસડાથી ધૂનડા 3.8 કિમિ માટે રૂ. 1.25 કરોડ, સજનપર લજાઈ જડેશ્વર 2 કિમિ માટે રૂ. 1 કરોડ, નવા સજનપર લખધીરનગર અડેપર રોડ 1.6 કિમિ માટે રૂ.50 લાખ, ટોળ થી કોઠારીયા રોડ 4 કિમિ માટે રૂ.1.20 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

- text

આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text