દાદીમા ઘણું જીવો ! ટંકારાના ભૂત કોટડા ગામે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી

- text


ટંકારા : ટંકારાના ભૂતકોટડા ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષિકા ગીતાબેેન એમ. સાંચલા- ટંકારીયા સંચાલિત કંકણ ગૃપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરી ગામના 25 જેટલા દાદીમાઓનો જન્મ દિવસ ઉજવાયો હતો.

- text

ભૂત કોટડા ગામે કંકણ ગૃપ દ્વારા 70 વર્ષથી ઉપરના 25 દાદીમાના હસ્તે કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ વડીલ દાદીમાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જીલ્લા ડીપીઓ નમ્રતાબેન મહેતા, ગરચર સાહેબ, જારીયા સાહેબ, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઇ ઢેઢી તેમજ ઈન્ડિયન લાયન્સ તેમજ ઈન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના કે. પી. ભાગિયા તેમજ સાથી મિત્રો દ્વારા શાળાના તમામ બાળકોને યુનિફોર્મની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન તેમજ કંકણ ગૃપના બહેનો, સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી સહીત ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

- text