કચ્છથી કતલખાને લઈ જવાતા 40 પશુઓને બચાવતા મોરબીના ગૌસેવકો

- text


ગૌસેવકોએ વાહન અટકાવી બે શખ્સોને પોલીસને સોંપ્યા

મોરબી : શિવરાત્રીના પાવન રાત્રીએ જ 40 પશુઓને કચ્છથી અમદાવાદ કતલખાને ક્રૂરતાપૂર્વક વાહનમાં બાંધીને લઈ જવામાં આવી રહ્યા હોય, મોરબીના ગૌ સેવકોએ અણિયારી ટોલનાકે વાહન અટકાવી બે શખ્સોને પોલીસ હવાલે કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહાશિવરાત્રીનાં રાત્રે મળેલ ખાનગી બાતમીના આધારે કચ્છથી 40 પશુ ભરીને આઇસર નંબર GJ18 BT 6258 નીકળી હોય, મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ભાઈઓ દ્વારા અણીયારી ટોલનાકે વોચ રાખવામાં આવી હતી. ત્યારે મળેલ બાતમી મુજબ ગાડી આવતા તેને રોકીને તેમાં ચેક કરતા 40 પશુઓ ક્રૂરતાપૂર્વક રાખવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે પશું કચ્છ હુસેનતા શેખના વાડામાંથી ભરેલા છે ત્યાંથી અમદાવાદ દાણીલીમડામાં કતલખાને લઈ જવાના છે.

- text

આ મામલે માળીયા પોલીસ સ્ટેશન . પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી છે. આ ગૌ સેવામાં કમલેશભાઈ બોરીચા- મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ અખિલ વિશ્વ ગૌશાવધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી, ચેતનભાઇ પાટડીયા – મોરબી હિન્દુ યુવા વાહીની શહેર પ્રમુખ, વૈભવભાઈ પટેલ – મોરબી હિન્દુ યુવા વાહીની મોરબી શહેર ઉપપ્રમુખ, કૃષભભાઈ રાઠોડ, યશભાઈ વાઘેલા, પંકજભાઈ નકુમ, ફેનિલભાઈ પટેલ, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઈ ગોહિલ, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઇ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા,પાર્થભાઈ પટેલ, કાનાજી ચૌહાણ,મનીષભાઈ પટેલ, જેકીભાઈ ગજ્જર, ભાવિનભાઈ, ગજેન્દ્રભાઈ બાબરા જોડાયા હતા.

- text