ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈની રજૂઆત ફળી, 32 કરોડના કામોને મંજૂરી

- text


ટંકારા : ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હૈયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા નવા સીડી વર્કસ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 32.15 કરોડના કામોને એમએમજીએસવાય યોજના હેઠળ વિવિધ કામને મંજૂરી આપવામાં આવી છે.

- text

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત બાદ પડધરીના ઢોકળીયા ખંભાળા ન્યારા રોડ પર મેજર બ્રિજ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલને મંજૂરી મળી છે. જ્યારે પડધરી તાલુકાના એસ.એચ. થી ખામટા, ખજુરડી, ખોડાપીપર રોડ, સેક્શન-2, ડેમ સાઈટથી ખજુરડી રોડ કોઝવે, પ્રોટેક્શન વોલને મંજૂરી મળી છે. આ ઉપરાંત પડધરી તાલુકાના એમ.ડી.આર. થી નાના ખીજડીયા રોડ પર માઈનોર બ્રિજ એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, સરપદડ-મોટા ખીજડીયા રોડ પર સબમર્શીબલ બ્રિજમાં 2 ગાળા વધારવાના એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી અપાઈ છે. ઉંડ ખીજડીયા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઈન એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી મળી છે. મોરબીના લખધીરનગર થી અદેપર રોડ પર 7 મી. સ્પાનના 5 ગાળાનો માઈનોર બ્રિજ અને 50 મીટરનો વોન્ટેડ કોઝવે મંજૂર કરાયો છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના નેકનામ-રોહીશાળા રોડ, નેસડા-ખાનપર રોડ અને ખીજડીયા-નસીતપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી મળી છે. જ્યારે એસ.એચ. થી બંગાવડી રોડ પર મેજર બ્રિજ અને એપ્રોચનું કામ અને એસ.એચ. થી જીવાપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી આપવામાં આવી છે. તમામ કામ માટે સરકારે 32.15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ મંજૂરી બદલ દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text