વાંકાનેરના ધારાસભ્ય દ્વારા પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરાયું

- text


વાંકાનેર : તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારે રાજકોટ લોકસભાથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ રોજ કુવાડવા ત્રિમંદિર ખાતે પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેરથી 51 કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text