મોરબી કોંગ્રેસના 17 હોદ્દેદારો ભાજપમાં જોડાયા, સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો

- text


મોરબી : લોકસભા ચૂંટણી પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે જ મોટી સંખ્યામાં મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે પણ વધુ 17 જેટલા કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

આજ રોજ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસના વિવિધ 17 જેટલા હોદ્દેદારોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર નેતાઓની વાત કરવામાં આવે તો, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અસ્મિતાબેન કોરીંગા, મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ સતિષભાઈ વામજા, મોરબી તાલુકા કોંગ્રેસના મહામંત્રી જગજીવનભાઈ બોપલીયા, માળીયા તાલુકા કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ ડઢાણીયા, મોરબી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ અગ્રાવત, મોરબી તાલુકા કોંગ્રેસ એસ.સી. વિભાગના પ્રમુખ કિશોરભાઈ ઉભડિયા, માળીયા તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ મહેશભાઈ કૈલા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગોરધનભાઈ પડસુંબિયા, નાથાલાલ પડસુંબિયા, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ સૂરાણી, માળીયા તાલુકા કોંગ્રેસના કારોબારી સભ્ય આશિષભાઈ સંઘાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના કારોબારી ખોડીદાસભાઈ સંતોકી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મંત્રી સંજયભાઈ કાવર કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે.

- text

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતીયા હાજર રહ્યા હતા.

- text