મોરબી જિલ્લામાં હવામાનમાં પલ્ટા બાદ વરસાદી ઝાપટું

- text


ટંકારા ના મિતાણા નજીક કમોસમી વરસાદી ઝાપટું પડ્યું, અન્યત્ર ઝરમર

મોરબી : મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદી ઝાપટા વરસવાની સાથે અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રાજ્યના હવામાન વિભાગે આજે તા.2 અને 3 માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી જે મુજબ આજે સવારથી મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ઘટાટોપ વાદળો સાથે આજે સવારના સમયે ટંકારા તાલુકાના મિતાણા નજીક વરસાદી ઝાપટું વરસ્યું હતું.

બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં તૈયાર જીરું, ઘઉ, વરિયાળી અને રાયડો સહિતના પાકને નુકશાની ભીતિ સેવાઈ રહી છે. આજે મોરબીમાં હવામાનમાં બદલાવ સાથે સોખડા, લાલપર, ઢુંવા, મકનસર તેમજ વાંકાનેરમાં પણ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં છુટા છવાયા છાંટા પડયા હતા અને વરસાદના માહોલ વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

- text

- text