મોરબી જિલ્લામાં ધો.10માં 12765 અને ધો.12માં 9189 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

- text


બોર્ડની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ ધોરણ-10માં 10 અને ધોરણ-12માં 7 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા

મોરબી : આગામી તા.11 માર્ચથી શરૂ થઈ રહેલ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે મોરબી જિલ્લામાં તમામ તૌયારીઓ કરી લેવામાં આવી છે.મોરબી જિલ્લામાં ધો.10માં 12765 અને ધો.12માં 9189 વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે પરીક્ષા આપશે જે અન્વયે ધોરણ-10માં 10 અને ધોરણ-12માં 7 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં ધોરણ-10માં કુલ 12765 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં 1098 વિદ્યાર્થીઓ રીપીટર છે, મોરબી જિલ્લામાં કુલ 10 કેન્દ્ર ઉપર એસએસસીની પરીક્ષા યોજાશે જેમાં મોરબી કેન્દ્રમાં 5137, વાંકાનેરમાં 1270, ટંકારામાં 1395, જેતપરમાં (મચ્છુ) 331, સિંધાવદરમાં 234, હળવદમાં 2276, ચંદ્રપુરમાં 700, ચરાડવામાં 486,પીપળીયામાં 649 અને પીપળીયા રાજ કેન્દ્રમાં 287 સહિત કુલ 12765 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.

- text

ધોરણ -12માં સાયન્સ પ્રવાહ માટે ત્રણ કેન્દ્ર નોંધાયેલા છે જેમાં મોરબીમાં 1113, હળવદમાં 523 અને વાંકાનેરમાં 296 સહિત કુલ મળી 1932 વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 92 વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમાં જોઈએ તો હળવદ કેન્દ્રમાં 1614, મોરબી કેન્દ્રમાં 3652, વાંકાનેર કેન્દ્રમાં 1284 અને ટંકારા કેન્દ્રમાં 707 તેમજ 570 રીપીટર સહિત 7257 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12માં સાયન્સ અને સામાન્ય પ્રવાહના કુલ મળી 9189 વિધાર્થીઓ 7 કેન્દ્રના 25 બિલ્ડીંગ ખાતે પરીક્ષા આપનાર હોય જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


ગત વર્ષ કરતા ધો. 10 અને સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઘટ્યા જયારે સાયન્સમાં વધ્યા

ધોરણ 2023 2024 તફાવત

10 13947 12765 -1182 નો ઘટાડો
12 સામાન્ય 7909 7257 -652 નો ઘટાડો
12 સાયન્સ 1731 1932 +201 નો વધારો


- text