તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી

- text


મોરબી : પી.એમ. શ્રી તાલુકા શાળા નં 2 દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે “રમણ પ્રભાવ (Raman Effect)” શોધ અંગે 28 ફેબ્રુઆરી,1928ના રોજ જાહેરાત કરી હતી.જેથી દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી આજે 28 ફેબ્રુઆરીના રોજ તાલુકા શાળા નં 2 એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન મકવાણાના હસ્તક વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ. જેનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે.

- text

આ વિજ્ઞાન પ્રદર્શનનો લાભ આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો તથા વાલીઓએ લીધો હતો. જેમાં તાલુકા શાળા 2ની ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાનના મોડલ, પ્રયોગ, ચાર્ટ અને વિવિધ વાસ્તવિક સમજાય તેવા વર્કિંગ મોડલ બનાવેલ હતા. આ વિજ્ઞાન પ્રદર્શન સફળ બનાવવા શાળાના વિજ્ઞાન શિક્ષક નમ્રતાબેન અને સ્વાતિબેન બંનેના માર્ગદર્શનથી શાળા પરિવારે તેમજ વિદ્યાર્થીનીઓએ સારી જહેમત ઉઠાવેલ અને બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

- text