સરસ્વતી શિશુમંદિર ખાતે 80થી વધુ કૃતિઓ સાથે વિજ્ઞાનમેળો યોજાયો

- text


મોરબી :શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે 80થી વધુ કૃતિઓની પ્રદર્શની ગોઠવી અને વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ આ વિજ્ઞાનમેળામાં કૃતિઓ રજૂ કરી હતી.

- text

આ વિજ્ઞાનમેળામાં બાળકો ધમાલમસ્તી કરતા-કરતા વિજ્ઞાનની અવનવી શોધ વિશે માહિતી મેળવે છે અને તેની પ્રેક્ટિકલ બાબતોથી પરિચિત થાય છે. આ વિજ્ઞાનમેળામાં વિવિધ વિભાગો જેવા કે ખગોળ , ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, જીવવિજ્ઞાન વગેરે વિભાગોની અંદર વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. મુખ્યત્વે પમ્પ પ્રેસરની હવાથી દુર સુધી ઉડતું રોકેટ તેમજ સોલારના પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતના નકશા સાથે મહત્વના સ્થળો વિશેની માહિતી આપવમાં આવી હતી. મુલાકાત લેતા દરેકની નાડી તપાસી જૂની પદ્ધતિ મુજબ શરીર અંગે માહિતી બાળકો આપતાં હતા. વાલીઓએ પણ મોટી સંખ્યામાં આ વિજ્ઞાનમેળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તમામ આયોજન પાછળ શાળાના શિક્ષકોએ અને બાળકોએ ભારે જહેતમ ઉઠાવી હતી.

- text