વાંકાનેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે કોન્ટ્રાકટર નથી મળતા

- text


નગરપાલિકા દ્વારા ચોથી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવા માટે અગાઉ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા માટે આગળ ન આવતા અંતે ચોથી વખત જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવા માટે જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી રસ્તે રઝળતા ઢોર પકડી નગરપાલિકા કહે ત્યાં આ પશુઓનો નિભાવ કરવા માટે ભાવ મંગાવવામાં આવ્યા છે સાથે જ વાંકાનેર શહેરમાં પશુઓને ટેગિંગ કરવા તેમજ ડેટાએન્ટ્રી કરવા માટે પણ ઓફર મંગાવવામાં આવી છે.

- text