શેરબજારમાં રોકાણ કરવાનું કહી મોરબીના યુવાનને છેતરનાર ત્રણ ઝડપાયા

- text


સાયબર પોલીસની સરાહનીય કામગીરી : ત્રણેય આરોપીઓને વડોદરાથી ઉઠાવી લેવાયા

મોરબી : શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી કરતા ત્રણ આરોપીઓને મોરબી સાયબર કાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઈ કાવર નામના ફરિયાદીને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapes.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી. આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું.

બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીડી વિશ્વાસપાત કરતા સાયબર કાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુ.ર.નં-૦૦૦૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦બી તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ હતો

- text

આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર કાઇમ પોલીસની અલગ અલગ ટીમો પ્રયત્નો હાથ ધરતા આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ, હરીશ ગોબરભાઇ ભરવાડ તથા આરોપી ગણેશ ગગન યાપા રહે.બધા ફતેગંજ, વડોદરા વાળાઓને પકડી પાડી વધુ તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, પો.સ.ઈ.બી.ડી.ભટ્ટ, યુ.એસ.બારોટ તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબીનો સ્ટાફ જોડાયેલ હતો.

- text