મોરબી : 12,987 લોકોએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરાવી

- text


રૂપિયા 32.74 કરોડની સારવારનો લાભ લોકોએ લીધો

એક વર્ષમાં મોરબી જિલ્લામાં 48 હજાર કાર્ડ ધારકો વધ્યા: વર્ષ 2022ની તુલનાએ દર્દીઓ ઘટ્યા પણ સારવાર ખર્ચ વધ્યો

મોરબી : મુખ્યમંત્રી માં અમૃતમ યોજના, આયુષ્યમાન યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય જેવા અલગ અલગ નામે ચાલતી આરોગ્યસેવા હવે આયુષ્યમાન ભારત નામે કે પીએમજેવાય નામે ઓળખાઈ રહી છે જે મોરબી જિલ્લાના દર્દીઓ માટે ખરાઅર્થમાં આશીર્વાદરૂપ બની હોવાના આંકડા સામે આવ્યા છે, મોરબી જિલ્લામાં એક જ વર્ષમાં પીએમજેવાય યોજનાના કાર્ડ ધારકોની સંખ્યામાં 48 હજાર લાભાર્થીઓનો વધારો થવાની સાથે કાળઝાળ મોંઘવારીના સમયમાં ચાલુ વર્ષમાં12,987 લોકોએ આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા 32.74 કરોડની સારવાર કરાવી હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લમાં વર્ષ 2022માં 1,09,293 આયુષમાન કાર્ડ હતા જે વધીને વર્ષ 2023 માં 1,57,501 કાર્ડ થયા છે, એટલે કે એક વર્ષમાં 48 હજાર કાર્ડ ધારક લાભાર્થીઓનો વધારો થયો છે.વધુમાં મોરબી જિલ્લામાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ પીએમજેવાય યોજનાના લાભાર્થીઓની વિગતો જોઈએ તો વર્ષ 2022 માં 13,926 લોકોએ આયુષ્માન કાર્ડમાં 28.86 કરોડની સારવાર કરાવી હતી જેમાં 5571 લોકોએ સરકારી હોસ્પિટલમાં 2.26 કરોડની અને 8409 લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં 26.59 કરોડની સારવાર કરાવી હતી.જેમાં સૌથી વધુ સૌથી વધુ આયુષ હોસ્પિટલમાં 6983 લોકોએ 21.34 કરોડની સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે.

- text

એ જ રીતે વર્ષ 2023ના મોરબી જિલ્લાના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી જિલ્લામાં વર્ષ 2023માં 12,987 લોકોએ આયુષ્માન કાર્ડ હેઠળ લોકોએ કુલ 32.74 કરોડની સારવાર કરાવી હતી જેમાં જેમાં 1673 લોકોએ સરકારી હોસ્પિટલમાં 2.38 કરોડની સારવાર લીધી હતી અને 11,314 લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂપિયા 30.36 કરોડની સારવાર કરાવી હતી. વર્ષ 2023માં પણ સૌથી વધુ આયુષ હોસ્પિટલમા 8456 લોકોએ 23.57 કરોડની સારવાર કરાવી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.


હૃદય રોગ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કાર્ડનો મહત્તમ ઉપયોગ

કેન્દ્ર અને રાજ્ય સરકારની આ આશીર્વાદરૂપ પીએમજેવાય કાર્ડ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ સાથી વધુ હૃદય રોગ, થાપા અને ઢીંચણના સાંધા, જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનો કરવવાની સાથે ડાયાલીસીસ અને મગજના રોગોની સારવારમાં કરાવવામાં પણ કાર્ડનો ઉપયોગ કરવામાં વધારો થયો હોવાનું આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.


આયુષ્માન કાર્ડ કેવીરીતે કાઢી શકાય

કોઈપણ વ્યક્તિ જો એનએફએસએ રેશનકાર્ડ ધારક હોય તે પોતાની જાતે વેબ સાઈટ ઉપરથી આયુષ્યમાન કાર્ડ કે પીએમજેવાય યોજનાના કાર્ડ કાઢી શકે છે, અને અન્ય લોકો આવકના દાખલ ઉપરથી નક્કી કરેલી પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ તમામ પીએચસી, સીએચસી સેન્ટર ઉપર જઈને આરોગ્ય સંબંધિત કાર્ડ કાઢી શકે છે.


- text