ઈન્ટરનેસનલ કરાટે સ્પર્ધામાં ચોથું સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધાર્યું

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ગામના વતની અને હાલ ઉજજૈન રહેતા અમિતભાઈ વીરમગામા નો પુત્ર જેનિસ પટેલ (ઉ. વ.11 ) WKF દ્વારા આયોજીત UAEમાં અન્ડર 14 યુથ લીગ. UAE ઑપન એન્ડ ઈન્ટરનેરાનલ કરાટે ચૅમ્પિયનશિપમાં ઉજજૈનના જેનીશ પટેલે ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન 16 થી 26 ફેબુખારી દરમિયાન MPSK (મધ્ય પ્રદેશ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન)ના બેનર હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેનિસ પટેલે ચોથો નંબર પ્રાપ્ત કરી પોતાના ગામનું અને મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text