ટંકારામાં ગુરૂવારે હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ

 

સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ હદય રોગ અને કેન્સરની સારવાર તથા સર્જરી નિઃશુલ્ક થઈ શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારામાં આગામી ગુરુવારના રોજ હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરાઈ છે.

ટંકારાની લતીપર ચોકડીએ જય કોમ્પલેક્ષ શોપ નં.1માં આવેલ ડો. વૃતિકા પરમારના સત્યમ ક્લિનિક ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા તા.29 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સવાર 10:30થી 12:30 દરમિયાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં હદયરોગની તકલીફો, બ્લડ પ્રેશર ( લોહીનું ઊંચું તથા નીચું દબાણ) તેમજ કેન્સરની તકલીફોનું પ્રાથમિક નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે દર્દીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી સારવાર તથા સર્જરીનો લાભ આયુષ્માન કાર્ડ હેઠળ લઈ શકશે. જેમાં નિઃશુલ્ક કાર્ડિઓલોજી ( હદયરોગની સારવાર), કાર્ડિઓવાસ્કયુલર અને થોસેસિક સર્જરી ( હદયરોગની સર્જરી), કેન્સરની સર્જરી, રેડિએશન થેરાપી, કિમોથેરાપી કાર્ડ હેઠળ નિઃશુલ્ક થઈ શકે છે. આ કેમ્પમાં સ્થળ ઉપર જ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

કેમ્પ તા.29 ફેબ્રુઆરી
સમય : 10:30થી 12:30
સ્થળ : સત્યમ ક્લિનિક
શોપ નં.1, જય કોમ્પલેક્ષ,
લતીપર ચોકડી, ટંકારા
મો.નં. 9574000695