સાઉથ એશિયાના એસી અને રેફ્રિજરેશનના સૌથી મોટા એક્સપોમાં મોરબીની કંપની ટિક્સબીનો દબદબો

 

અત્યાર સુધી ઈમ્પોર્ટ થતા લેટેસ્ટ ટેકનોલોજીવાળા હીટ પમ્પનું લોન્ચિંગ, મેન્યુફેક્ચરિંગના ટાઈ-અપ માટે અનેક કંપનીઓએ કરી વાટાઘાટો : અનેક વિદેશી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ ભારતમાં બનાવવા માટે પણ ટિક્સબી સાથે કરી ચર્ચા

મોરબી : ગ્રેટર નોઈડામાં ગત 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સાઉથ એશિયાનું સૌથી મોટું એસી અને રેફ્રિજરેશન પ્રોડક્ટનું એક્ઝિબિશન ACREX 2024 યોજાયું હતું. તેમાં મોરબીનું ગૌરવ એવી એસી અને ચિલર બનાવતી ટીકસબી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનો ભારે દબદબો રહ્યો હતો. આ એક્ઝિબિશનમાં 3500થી વધુ વિઝીટરોએ ટીકસબીના સ્ટોલની વિઝીટ કરી હતી. કંપનીની ઇનોવેટિવ ડિઝાઇન અને એડવાન્સ પાવર સેવિંગ ટેક્નોલોજીની અદભુત કમાલ નિહાળી દરેક વિઝિટર્સ આફરીન થયા હતા.

ભારતમાં અત્યાર સુધી ઈમ્પોર્ટ જ થતા અને અહીં ક્યાંય ન બનતા એવી લેટેસ્ટ ટેક્નોલોજીના મેડ ઈન ઇન્ડિયા હીટ પમ્પ પણ ટિક્સબી દ્વારા આ એક્સ્પોમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેના મેન્યુફેક્ચરિંગ ટાઈ-અપ માટે ઘણી બધી મોટી કંપનીઓએ ટિક્સબી સાથે વાટાઘાટો પણ શરૂ કરી છે.

આ ઉપરાંત એસી અને રેફ્રિજરેશનમાં ઉર્જા બચત માટે નવી ટેક્નોલોજી ઈમ્પ્લીમેન્ટ કરવા માટેના રિસર્ચમાં ટીકસબી સાથે જોડાવા ઘણી બધી સંસ્થાઓએ તૈયારી દર્શાવી હતી.

સાઉદી અરેબિયા , ઓમાન , કતાર, નાઇજિરિયા અને અમેરિકા સહીતના દેશોની કંપનીઓએ ટિક્સબીની ડિઝાઇન પસંદ કરી અને પોતાની પ્રોડક્ટ ભારતમાં બનાવવા માટે ખુબજ રસ દાખવી ટીકસબી સાથે ચર્ચાઓ શરુ કરી છે.