વા-સંધિવા અને સ્નાયુનું સચોટ નિદાન હવે ઘરઆંગણે : મંગળવારે ડો. બંસી પારેજીયાની ઓપીડી

- text


 

મૂળ મોરબીના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. બંસી પારેજીયા વા અને તેને લગતા રોગોથી પીડાતા 10 હજારથી વધુ દર્દીઓની સફળ નિદાન અને સારવાર કરી ચુક્યા છે : ઓપીડીનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજિયાત

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વા -સંધિવા અને સ્નાયુની સમસ્યાથી પીડાતા દર્દીઓને હવે ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળવાની છે. કારણકે આવતા મંગળવારે મુળ મોરબીના વતની એવા વા સંધિવા અને સ્નાયુના રોગના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. બંસી પારેજીયા (આદ્રોજા) મોરબીમાં જ ઓપીડી યોજવાના છે.

ડો.બંસી પારેજીયા (આદ્રોજા) (MD મેડિસિન, DM રૂમેટોલોજી & કલીનીકલ ઇમ્યુનોલોજી)એ ભારતની ટોપ ઇન્સ્ટીટયુટ ગણાતી એવી નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદથી રૂમેટોલોજીના રોગોમાં સઘન તાલીમ મેળવી છે. તેઓ સર્વોત્તમ પદવી એટલે કે DM ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર લેડી રૂમેટોલોજીસ્ટ છે. તેઓએ 10 હજાર જેટલા વિવિધ પ્રકારના વા અને તેની સાથે સંકળાયેલા અનેક બીમારીના નિદાન અને સારવારનો બહોળો અનુભવ ધરાવે છે.

તેઓ રાજકોટમાં નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર ચોકમાં આઇસીઆઇસીઆઇ બેંકની બાજુમાં રોશની હોસ્પિટલના પહેલા માળે સિટી રૂમેટોલોજી સેન્ટરમાં રેગ્યુલર સેવા આપે છે. તેઓ હવેથી દર મંગળવારે મોરબીમાં પણ ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ આગામી તા. 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી બપોરે 1 દરમિયાન મોરબીમાં શનાળા રોડ ઉપર અથર્વ હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં ઓપીડી યોજવાના છે. જેનો લાભ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

- text


રૂમેટોલોજીકલ બીમારીઓના લક્ષણો : આવા લક્ષણો હોય તો સચોટ નિદાન માટે ડો. બંસી પારેજીયાને મળવું

હાથ પગના સાંધાના દુઃખાવા
● સવારના સમયમાં સાંધા જકડાઈ જવા
● યુવાન અવસ્થામાં ડોક અને કમરનો દુઃખાવો
● ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના પછીના સાંધાનો દુઃખાવા
● લાંબા સમયથી તાવ આવવો અને થાક લાગવો
● ચહેરા ઉપર લાલાશ આવવી, મોમાં ચાંદા પડવા
● કમર જકડાઇ જવી
● આંખો અને મો સુકાવું
● આંગળીના ટેરવા ભૂરા રંગના થવા
● ચામડી પર ચાંદા પડવા


તા.20 ફેબ્રુઆરી
સ્થળ : એપલ હોસ્પિટલ,
ત્રીજો માળ, અથર્વ હોસ્પિટલ,
શનાળા રોડ, મોરબી
મો.નં.8758800921
મો.નં.7573010107

 

- text