હળવદના માથક ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, 3 આરોપીઓ ફરાર 

- text


મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂની 159 બોટલ કબ્જે કરી 

મોરબી : મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી રૂપિયા 53,850ની કિંમતનો વિદેશી દારૂનો 159 બોટલ જથ્થો કબ્જે કરી વિદેશી દારૂના ધંધાર્થી એવા ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરા, દશરથસિંહ પરમાર અને તેજસભાઈ વિડજાને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આરોપી ઓધવજી સુખાભાઈ કોળીની વાડીમાં વિદેશી દારૂના ધંધાર્થી આરોપી રાજુ રણછોડ સડાણીયા અને શક્તિ રાજુભાઈ ગોહિલ નામના શખસોએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 159 બોટલ કિંમત રૂપિયા 53,850 મળી આવી હતી.

- text

જો કે, દરોડા દરમિયાન આરોપી રાજુ રણછોડ સડાણીયા, શક્તિ રાજુભાઈ ગોહિલ અને વાડી માલિક ઓધવજી સુખાભાઈ કોળી બનાવ સ્થળે હાજર નહીં મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચીયા અને એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કરી હતી.

- text