મોરબીના મકનસરમાં પારકા પૈસાની ઉઘરાણી કરી માતા-પુત્ર ઉપર હુમલો 

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે બે ત્રણ અગાઉ યુવાન પરિચિત વ્યક્તિનું બાઈક લઈ ગયા બાદ અકસ્માત સર્જાતા બાઇકમાં નુકશાન થયું હોય જે નુકશાનીની પૈસા માંગી ત્રાહિત વ્યક્તિએ માતા-પુત્રને ગાળો આપી માતાના હાથમાં ધોકો ફટકારી ઇજા કરતા પારકા પૈસાની ઉઘરાણીના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા ગીતાબેન હરીભાઇ પરમારે જુના મકનસર ગામે રહેતા આરોપી પ્રવિણભાઇ વાલજીભાઇ પરમાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બે ત્રણ વર્ષ પૂર્વે તેમનો પુત્ર ભાવેશ આરોપી પ્રવિણભાઇ વાલજીભાઇ પરમારના મિત્ર હેમંતનું બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માત થતા બાઇકમાં નુકશાન થયું હતું. બાદમાં બાઈક માલિક હેમંત મકનસરમાં રહેતો ન હોવા ઉપરાંત નુકશાનીના પૈસા માંગતો ન હોવા છતાં આરોપી પ્રવિણભાઇ વાલજીભાઇ પરમારે ભાવેશ પાસે નાણાંની ઉઘરાણી કરી ગાળાગાળી કરી ગીતાબેનને હાથમાં લાકડાનો ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text