મોરબીના પંચાસર રોડ ઉપરથી બાઇકચોર ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના પંચાસર રોડ ઉપર વોચ ગોઠવી શંકાસ્પદ રીતે બાઈક લઈને નીકળેલા મૂળ માળિયાના વતની અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર બાવનશા પીરની દરગાહ પાસે રહેતા આરોપી મહમદઅયાન અલ્તાફભાઈ ઈયાની નામના યુવાનને ઝડપી લઈ બાઇકના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ માંગતા આરોપી ગલ્લાંતલ્લાં કરતા આગવી ઢબે પૂછતાછ કરતા બાઈક ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text