મોરબી અપડેટના “પોડકાસ્ટ”માં સાંભળો મહિલા પોલીસકર્મી અને પર્વતારોહક ભૂમિબેન ભૂતને..

- text


“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 15 માં મહિલા પોલીસકર્મી ભૂમિબેન ભૂત સાથે રસપ્રદ અને માહિતીસભર ચર્ચા

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે 15મો એપિસોડ આવતી કાલે તારીખ 12 “ ફેબ્રુઆરી ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના 15માં એપિસોડમાં ભૂમિબેન સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં એમના જીવન વિશે, માઉન્ટ એવરેસ્ટના સફર વિશે, ગિરનાર પર્વતારોહણ વિશે, ફિટનેસ માટેની તૈયારી પર વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text