માળીયાના દેવસોલ્ટમાં ઘ્વજવંદન સાથે વિદ્યાર્થીઓને નાસ્તા બોક્સનું વિતરણ

- text


માળીયા : દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના પ્રોડક્શન મેનેજર ભુપતસિંહ જાડેજાએ ધ્વજ ફરકાવ્યો હતો. જેમાં કંપનીના તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા દેવસોલ્ટ કંપની હંમેશા વિવિધ પ્રવૃત્તિઓ કરતી રહે છે, ત્યારે આજે પણ વિવિધ ગામોની શાળાના 3300 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તા બૉક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના અધિકારી વિવીક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text