વાંકાનેરના માટેલ ગામે 26મી જાન્યુઆરીના પર્વની ઉજવણી કરવામાં આવી 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માટેલ ગામની દિવ્યાંગ દીકરી હેતલબેન બજવાડીયા તેમજ સનહાર્ટ ગૃપના માલિક ગોવિંદભાઈ અને જગદીશભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ મુનાભાઈ દુધરેજીયા તેમજ શાળાના આચાર્ય કિશોરભાઈએ જહેમત ઉઠાવી હતી.

- text

- text