પેટ્રોલપંપમાં ભાગીદારી છૂટી કરવા મામલે ભાગીદારો બાખડ્યા 

- text


મૂળ નેકનામ ગામના અને હાલ રાજકોટ રહેતા પિતા -પુત્રે ભાગીદારે બાકી નીકળતા પૈસા માંગતા જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ 

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ભાગીદારીમાં પેટ્રોલપંપ ધરાવતા યુવાને પેટ્રોલપંપમાંથી ભાગીદારી છૂટી કર્યા બાદ બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરતા ભાગીદાર એવા પિતા પુત્રએ યુવાનને જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા સહદેવસિંહ જયુભા ઝાલાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કર્મરાજસિહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા અને અજીતસિંહ નાનભા ઝાલા રહે બંન્ને.મુળ નેકનામ ગામ તા.ટંકારા જી.મોરબી હાલે રહે- શ્રોફ રોડ કમીશ્નરના બંગલા પાસે,રાજકોટ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓને પેટ્રોલપંપમા ભાગીદાર હોય અને પેટ્રોલપંપમાથી ભાગીદારીમાથી છુટા થતા આરોપીઓએ સહદેવસિંહને રૂપીયા 90 લાખ આપવા અરસપરસ સમજુતી થયેલ હતી. જેમાથી રૂપીયા 20 લાખ ચુકવેલ અને બાકીના રૂપીયા 70 લાખની ફરિયાદી સહદેવસિંહે માગણી કરતા બન્ને આરોપીઓએ રૂપીયાની માગણી કરશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text