હળવદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં મેડલ જીત્યો

- text


હળવદ : છત્તીસગઢના ભાટાપરા શહેરમાં યોજાયેલા રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં હળવદની તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતીને સમગ્ર મોરબી અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ભારતના પ્રખ્યાત મેથ્સ ગુરુ સી. કે. બોઝના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

તક્ષશિલા સ્કૂલમાં અભ્યાસ કરતાં કેરાળા ગામના ચારોલા પ્રિન્સ અરવિંદભાઈ, ભુપતનગરના ગોસાંઈ દિપક, મોટાભેલા ગામના શેરસિયા જય દીપકભાઈ, આંદરણાના ગરધરિયા ખંજન મહેશભાઈ, માનગઢના સિણોજિયા શ્રેયાંશ નિલેશભાઈ, લખધીરુપરના ખાણધર વાઘજી દેવજીભાઈએ ગણિતની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીત્યો છે. ઓલ ઈન્ડિયા રામાનુજન્ મેથ્સ ક્લબ આયોજિત નેશનલ મેથ્સ કન્વેન્શનમાં ભારતના બાવીસ રાજ્યોએ ભાગ લીધો હતો.

તક્ષશિલા સ્કૂલના આ તમામ વિદ્યાર્થીઓને મેથ્સ ગુરુ બોસ, આર્મીના રિટાયર્ડ બ્રિગેડિયર એમ.એન. કાડાપટ્ટી, બેંગાલના સી.કે.ઘોષ, NCERT ના અશ્વિન ગર્ગ, કલિંગ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. સંદિપ ગાંધી અને ઈસરોના વૈજ્ઞાનિક દિલીપ ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા. શાળાના કૈલા સંદિપ, રાઠોડ વિપુલ અને મહેતા રાજેન્દ્રે એસ્કોર્ટિગ કર્યું હતું. વૈદિક મેથ્સ ફોરમના ગૌરવ ટેકરીવાલે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મન કી બાત કાર્યક્રમની પ્રશ્નોત્તરીના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ તકે પદ્મશ્રી સુપર થર્ટી આનંદ કુમારે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

- text

- text