મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ

- text


મોરબી : મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સ્કીન, હેર, કોસ્મેટિક અને લેસરની ઉત્કૃષ્ઠ સારવાર માટે સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

મોરબીના ડો. જયેશભાઈ સનારિયા છેલ્લા 16 વર્ષથી સ્પર્શ સ્કીન, કોસ્મેટિક અને લેસર સેન્ટર, એપલ હોસ્પિટલ-મોરબી ખાતે ચલાવી રહ્યાં છે. ડો. જયેશભાઈ સનારીયાના ક્લિનિકમાં આર્થિક જરૂરિયાત વાળા ગરીબ દર્દીઓ, મંદ બુદ્ધિના બાળકો તેમજ આર્મી જવાનોના પરિવાર માટે નિઃશુલ્ક સારવાર ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. તેઓ દરેક નિદાન કેમ્પમાં ફ્રીમાં સેવા આપી રહ્યા છે. સાથે જ હેલ્થ જાગૃતિ માટે ફ્રીમાં લેક્ચર પણ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મોરબીના ડો. જયેશ સનારીયાને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તથા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ મેગેઝિન દ્વારા સૌરાષ્ટ્ર હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ-2023 અર્પણ કરવામાં આવ્યો છે. જે બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

મહત્વનું છે કે, ડો. જયેશ સનારીયાના સ્કીનને લગતા રોગના સંશોધન પત્ર અને પોસ્ટર નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ પ્રસિદ્ધ થયેલ છે. તેઓના સેક્રેટરી પદ હેઠળ 2008-09 માં મોરબી આઈ.એમ. એ. બ્રાન્ચને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ડો. જે. આર. જાજુ એવોર્ડ અને નેશનલ બ્રાન્ચ દ્વારા પ્રથમ વખત બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ મેળવી મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું પણ ગૌરવ વધાર્યું છે. તેમના સ્પર્શ ક્લિનિકને વર્ષ 2015-16 માં આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લિનિક એવોર્ડ, વર્ષ 2017-18 માં આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને 21 જૂન, 2023, વિશ્વ યોગ દિવસે ઋષિકેશ ખાતે યોજાયેલી આંતર રાષ્ટ્રીય કક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે. ત્યારે પ્રવર્તમાન સમયે સૌરાષ્ટ્ર હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યુ છે.

- text

- text