મોરબી માટે ગૌરવ : સુરત ડાયમંડ બુર્સ સિમોલા ગ્રુપની ટાઇલ્સથી ચમક્યું

રૂ.3500 કરોડના ખર્ચે તૈયાર થયેલી બિલ્ડીંગનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે થયું ઉદઘાટન : રિલાયન્સ ,ઇન્ફોસિસ, એન.સી.સી જેવી અનેક કંપનીઓના વિશાળકાય પ્રોજેક્ટોમાં પણ સિમોલાની ટાઇલ્સનો વપરાશ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ બિલ્ડીંગ યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન કરતાં પણ મોટી છે. બિલ્ડીંગના 4700થી વધુ ઓફિસો છે.તેનો ખર્ચ 3,500 કરોડ રૂપિયા છે. બિલ્ડિંગનું બાંધકામ 7 વર્ષ ચાલ્યું છે. મોરબી માટે ગૌરવની વાત એ છે કે આ બિલ્ડીંગના નિર્માણમાં મોરબીની સિમોલા ગ્રુપની ટાઇલ્સનો ઉપયોગ થયો છે.

સિમોલા કંપનીના ગ્રુપની શરુઆત ૨૦૦૯મા થઇ હતી. જેના મેનેજીંગ ડિરેક્ટર રાજેશભાઇ શિરવી છે, ફાયનાન્સ ડાયરેક્ટર કમલશિલ શિરવી અને માર્કેટિંગ ડાયરેક્ટર તરીકે રાજેશ દેસાઇ અને રાજેશ વસનાની જવાબદારી સંભાળી રહ્યા છે. સિમોલા કંપનીએ ખુબજ ટુંકા સમયગાળામા વિશ્વના ૩૨ દેશોમાં ક્વોલીટી અને ડિઝાઇનિંગ બાબતે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની માંગને પહોંચી વળવા, નવી નવી સાઇઝ અને અપગ્રેડેડ પ્રોડક્ટ ડેવલોપમેન્ટ માટે સમયાંતરે પ્લાન્ટને અપગ્રેડેશન કર્યો છે.

ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનુ ફ્લોરીંગ મળી રહે એ માટે ડિઝાઇનિંગ લેવલે પણ સિમોલા ગૃપ સમયાંતરે રોકાણ કરતુ રહે છે. સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં પણ ૯૦% થી વધારે ટાઇલ્સ સપ્લાય સિમોલા કંપનીએ કરી છે. રાજેશભાઇ શિરવી કહે છે કે, સિમોલા ગૃપ આતંરરાષ્ટ્રીય કક્ષાની ટાઇલ્સ બનાવે છે અને હોમ સ્ટેટના આવા મોટા આઇકોનિક પ્રોજેક્ટ માટે અમારી પસંદગી થઇ એ બદલ એસ.ડી.બી. ગૃપનો હુ ખુબ આભાર માનું છુ. જે પ્રમાણે ગ્રુપની અપેક્ષા હતી તે પ્રમાણે કામ કર્યું અને એસ.ડી.બીની જરિરીયાત માટે નવી પ્રોડક્ટ ડેવલપ પણ કરી. એસ.ડી.બી. જેવા મોટા પ્રોજેક્ટમાં ટાઇલ્સ સપ્લાય જ નહી પરંતુ અપેક્ષિત આંતરરાષ્ટ્રીય ગુણવત્તા જાળવી રાખવી એ પણ એક ચેલેન્જ હતી.

રાજેશભાઇ શિરવી કહે છે કે, અમે લોકો ઘર-મકાનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી ટાઇલ્સમાં ગુણવત્તા અને ઉત્તમ ડિઝાઇનિંગ ખૂબ જરૂરી છે. લાંબા ગાળે ગુણવત્તા અને બેસ્ટ ડિઝાઇનિંગ જ ગ્રાહકની પ્રથમ પસંદગી હોય છે. સિમોલા કંપનીની સફળતા પાછળ તેઓની ટીમ, મેનેજમેન્ટ અને ડિરેક્ટર્સનુ ટીમવર્ક છે. સિમોલા કંપનીના તમામ કર્મચારીઓ હંમેશા પરિવાર ભાવના થી કાર્યરત રહે છે.

રાજેશભાઇ શિરવીનું માનવું છે કે, સિમોલા કંપનીની સફળતા પાછળ કંપનીના નાનામાં નાના કર્મચારીથી લઇ મેનેજિંગ ડાયરેક્ટર સુધીના તમામ લોકોની નિષ્ઠા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની પ્રેરણા અને માર્ગદર્શન અનુરૂપ તમામ લોકો આ કંપનીમાં કામ કરે છે જેથી સિમોલા કંપનીએ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે. એટલે કહી શકાય કે, રાજેશભાઇ શિરવીએ સિમોલા કંપનીએ અનેક યોગદાન આપ્યું છે. સિમોલા કંપની શરૂ થઇ ત્યારથી જ ટીમવર્કને મહત્વ આપે છે. તેમજ ગ્રાહક તમામ માંગણીઓ સંતોષાય તે માટે સિમોલા કંપની હમેશા તત્પર રહે છે.

સિમોલા કંપનીમાં હાલ 200થી વધારે મેનપાવર કાર્યરત છે તેમજ તમામ લોકોની મહેનતથી કંપનીને સ્ટાર એક્સપર્ટ હાઉસનો એવોર્ડ પણ મળ્યો છે. વર્ષ 2023 સુધી સિમોલા કંપનીએ રિલાયન્સ ,ઇન્ફોસિસ, એન.સી.સી, જેવી અનેક મોટી કંપનીઓને મોટા પ્રમાણમાં ટાઇલ્સ સપ્લાય કરેલી છે. તેમજ સુરત, અમદાવાદ, મુંબઇ, બેંગલોર, હૈદરાબાદ, દિલ્હી તમામ જગ્યાઓ પર ટોપ બિલ્ડર્સ સાથે પ્રોજેક્ટો સતત ચાલુ રહેતા હોય છે.