ભરતનગર પાસે કેનાલમાં કાર ખાબકી

- text


મોરબી : મોરબીના ભરતનગર નજીક કેનાલમાં કાર ખાબકી હતી. જો કે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્ય રોડનું કામ ચાલુ હોય, વાહનચાલકો અહીંના સિંગલ પટ્ટી રોડ ઉપરથી નીકળી રહ્યા છે. ગઈકાલે આવી જ રીતે એક ટ્રેકટર અહીં પલટી મારી ગયું હતું. તેવામાં આજે એક કાર કેનાલમાં ખાબકી છે.

- text

- text