દિલ્હીમાં સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું ભવ્ય આયોજન, મોરબીના અનેક સિરામિક એકમો લેશે ભાગ

 

18 થી 20 જાન્યુઆરી યોજાશે એક્સપો : દેશ-વિદેશના બાયર્સ સાથે બિઝનેશ ટુ બિઝનેશ શો : હાલ લિમિટેડ જગ્યા ઉપલબ્ધ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિલ્હીમાં જાન્યુઆરી માસમાં સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાંથી અનેક સિરામિક એકમો ભાગ લેવાના છે. હાલ અહીં મર્યાદિત જગ્યા જ ઉપલબ્ધ હોય, વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ ચાલુ છે.

નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી) ખાતે તા.18 થી 20 જાન્યુઆરી સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) યોજાનાર છે. અહીં ભારતીય ઉત્પાદકો અને વૈશ્વિક ખરીદદારો બિઝનેસની દુનિયામાં ઈતિહાસ રચવાના છે. હાલ આ ઇવેન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ શોમાં પધારવા દુબઇ, પોલેન્ડ, જોર્ડન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇંગ્લેન્ડ, મેક્સિકો, ગાઉતેમાલા, વીએતનામ, થાઇલેન્ડ સહિતના દેશોમાં વિવિધ ઇવેન્ટ યોજી બાયર્સને ખાસ આમંત્રણ પણ આપવામાં આવ્યા છે. જેમાં બાયર્સ તરફથી ખૂબ સારા પ્રતિસાદ મળ્યા છે.

આ શોમાં સિરામિક ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ ફિટિંગ્સ અને નેચરલ સ્ટોન માત્ર 4 કેટેગરીના જ સ્ટોલ હશે. અહીં બાયર્સ સાથે બિઝનેશ ટુ બિઝનેશ મિટિંગ પણ કરાવવામાં આવશે. આ શોમાં મોરબીથી અનેક ખ્યાતનામ સિરામિક એકમો ભાગ લેવાના છે. જો કોઈ સિરામિક એકમને આ શોમાં જોડાવું હોય તો વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ શરૂ છે.

વધુ વિગત માટે
જય શેઠ મો.નં. 9167702955
સોનિયા મોદી મો.નં.9167702232