મોરબીમાં બાળકોને ચોપડા વિતરણ કરી પૂર્વ મહિલા નગરસેવકે જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી : મોરબીમાં બાળકોને ચોપડા આપી સામાકાંઠાના પૂર્વ મહિલા નગરસેવકે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને વોર્ડ નંબર-4ના પૂર્વ નગરસેવક જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા તથા તેમના પતિ સુરેશભાઈએ જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચ કરવાને બદલે અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને શિક્ષણ આપતા સેવાભાવી દંપતીના સેવા યજ્ઞમાં સહભાગી બની બાળકોને ચોપડા ચોકલેટ બિસ્કીટ વિતરણ કરી જન્મ દિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી.

- text

- text