મોરબી જિલ્લાના સાત પોલીસ કોન્સેટેબલને હેડ કોન્સેટેબલનું પ્રમોશન

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલોને રૂ.21700 થી રૂ.69100ના ઉચ્ચ પગાર ધોરણ અને હંગામી ધોરણે હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હોવાનું સામે આવતા પોલીસ બેડામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો તેમજ બ્રાન્ચમાં ફરજ બજાવતા સાત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલોમાં એસઓજીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઈ રહીમભાઈ ચાણકીયા,મોરબી સીટી બી ડિવિઝનના ભરતકુમાર સવાભાઈ હુંબલ, મોરબી સીટી બી ડીવિઝનના રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રા, એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ, સંજયકુમાર દિલીપભાઈ રાઠોડ, મોરબી સીટી બી ડિવિજનના પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર આપાભાઈ ખાંભરા ,મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા અને મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ લાલભા રઘુભાઈ ચૌહાણને શરતોને આધીન હાલમાં તેમની મૂળ જગ્યાએ જ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

- text

- text