મોરબીના સિરામિક ઉદ્યોગનું અઝરબાઇજન અને તુર્કીમાં પ્રમોશન કરતું બિલ્ડ એવેન્યુ મેગેઝીન

મેગેઝીનની ટીમે બન્ને દેશોના 300થી પણ વધુ રેટઇલર્સ, હોલસેલરો,મોટા શો-રૂમ્સ અને ઇમ્પોર્ટર્સ સાથે કરી મુલાકાત : હવે પેરુ અને ઈકવાડોર કરાશે પ્રમોશન 

મોરબી : સિરામિક ક્ષેત્રના બિલ્ડ એવેન્યુ મેગેઝીનની ટિમ અઝરબાઇજન અને તુર્કીની બિઝનેસ પ્રોમોશન ટુર પર ગઈ હતી. જ્યાં તેને બે મોટા એક્ઝિબિશનમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું પ્રમોશન કર્યું હતું. હવે તેઓની ટિમ પેરુ અને ઈકવાડોરની મુલાકાતે પણ પ્રમોશન માટે જવાની છે.

બિલ્ડ એવન્યુ મેગેઝિનની સ્થાપના 2008માં ભારતમાં સિરામિક અને બિલ્ડિંગ મટિરિયલ ઉદ્યોગને સેવા આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. વર્ષોથી, તે મોરબી સિરામિક ઉદ્યોગનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. જો કે, બદલાતા સમયને અનુરૂપ બનવા માટે, બિલ્ડ એવન્યુ એક સંપૂર્ણ ઓનલાઈન મેગેઝીનમાં રૂપાંતરિત થઈ ગયું છે. આ મેગેઝીનના વાચકોમાં મુખ્યત્વે સિરામિક ઉત્પાદકો, સિરામિક અને મકાન સામગ્રીના ડીલરો, વિતરકો, આર્કિટેક્ટ્સ, ભારતમાં ઇન્ટિરિયર ડિઝાઇનર્સ તેમજ વિશ્વભરમાંથી સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેરના આયાતકારોનો સમાવેશ થાય છે.

Unimaxx Corporationના નવા મેનેજમેન્ટ સાથે મળીને બિલ્ડ એવેન્યુ તેની સેવાઓનો વ્યાપ વધારી રહ્યું છે. ઉત્પલભાઈ દોશીની રાહબારીમાં નવું મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે. ઉત્પલભાઈ દોશી માર્કેટિંગ ક્ષેત્રમાં 25થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. તેઓ જણાવે છે કે અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને ઇવેન્ટ્સ સાથે સહયોગ સાધીને મોરબીની સીરામીક પ્રોડક્ટ્સનું પ્રોમોશન કરીએ છીએ. મહત્વના દેશોની મુલાકાત લઈને મોરબીના સિરામિક ઉદ્યોગોનું માર્કેટિંગ કરીએ છીએ. અમારું વિઝન મોરબીના સિરામિક ઉદ્યોગને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનું છે. ઉત્પાદકો અને દેશ વિદેશના વેપારીઓ વચ્ચે મહત્વની કડી સ્થાપિત કરવાનું છે.

બિલ્ડ એવેન્યુ મેગેઝીન તાજેતરમાં જ બાકૂ (અઝરબાઇજન) અને ઇસ્તંબુલ( તુર્કી)ની બિઝનેસ પ્રોમોશન ટુર પર ગયું હતું.

અમારી બન્ને બિઝનેસ ટુર દરમ્યાન અમે 300થી પણ વધુ રેટઇલર્સ, હોલસેલરો,મોટા શોરૂમસ અને ઇમ્પોર્ટર્સને મળ્યા હતા. અઝરબાઈજાનના બિલ્ડીંગ મટીરિયલ્સના સૌથી મોટા એક્ઝિબિશન બાકુબિલ્ડ અને તુર્કીના સિરામિક ક્ષેત્રના ખૂબ નામના ધરાવતા ‘UNICERA Fair’ માં પોતાના સ્ટોલ દ્વારા

મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીનું પ્રોમોશન કર્યું હતું.તેઓને બિલ્ડ એવેન્યુ મેગેઝીનની સ્પેશ્યલ એડિશન આપવામાં આવી હતી. મેગેઝીનમાં આપેલ માહિતી અને ભાગ લેનાર મેનુફકચર્સ વિશે વિગતે ચર્ચા પણ થઈ હતી.

ઇન્ડિયન સિરામિક પ્રોડક્ટ્સની ક્વોલિટી , પ્રોડકશન કૅપીસીટી અને મોરબીના ઉદ્યોગકારોના વિઝન બાબતે બિલ્ડ એવેન્યુએ સિરામિક બિઝનેસ સાથે લોકોને માહિતગાર કર્યા હતા. ટ્રેડફેર દરમ્યાન સ્થાનીક લોકોએ તો મુલાકાત તો લીધી જ, સાથે સાથે જર્મની, રોમાનીયા, મોરોકો, યુએઇ, ઇંગ્લેન્ડ, લીબિયા વગેરે દેશના મુલાકાતીઓ પણ આવ્યા હતા.

હવે બિલ્ડ એવેન્યુ તેમના આગામી પ્રોજેક્ટ માટે પેરુ અને ઈકવાડોરની મુલાકાતે જઈ રહ્યું છે.લેટિન અમેરિકા માર્કેટ સિરામિક ઉદ્યોગકારો માટે મહત્વનું એક્સપોર્ટ માર્કેટ છે. લેટિન અમેરિકાની બિઝનેસ પ્રોમોશન ટુર દરમ્યાન અમે સિરામિકના વેપારીઓ ઉપરાંત વેપારી સંગઠન અને ભારતીય એલચી કચેરીની પણ મુલાકાત લેશું. કચેરીના અધિકારીઓ સાથે મોરબીની સિરામિક ટાઇલ્સનું એક્સપોર્ટ વધારવા માટે

શું કરવું જોઈએ તેની ચર્ચા કરીશુ. અને તે માટે બિલ્ડ એવેન્યુ પૂરતો સહકાર આપશે.

Unimaxx Corporationનો મુખ્ય ધ્યેય ઇન્ડિયન સિરામિક પ્રોડક્ટ્સને દેશ – વિદેશમાં પ્રોમોશન દ્વારા તેનું વેચાણ અને એક્સપોર્ટ વધે તેમાં મદદરૂપ થવાનો છે. તેમ ઉત્પલભાઈ દોશીનો ( મો.નં.63595 41919)ની યાદીમાં જણાવાયું છે.