વાંકાનેરની ખેરવા પ્રા.શાળામાં તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


મોરબી : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ સિંધાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ની ઉજવણી ખેરવા પ્રાથમિક શાળા તા.વાંકાનેર ખાતે કરવામાં આવી હતી.

જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તમાકુથી થતા ગેરફાયદા વિશે માર્ગદર્શન શિબિર ગોઠવવામાં આવી હતી.સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા.શાળાના તમામ બાળકોને ભેળનો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. ખેરવા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text