દિવાળી વેકેશન પૂરું, ગુરુવારથી વિધિવત શાળાઓ શરૂ થશે

- text


ઠંડીની મોસમ શરૂ થતાં વહેલી સવારે બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલવા માટે મમ્મીઓની કસરત વધશે

મોરબી : મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલ ગુરુવારથી વિધિવત દિવાળી વેકેશન પૂરું થનાર હોય ફરીથી સ્કૂલ ચલે હમનો નાદ ગુંજશે. બીજી તરફ ઠંડીની મૌસમમાં વહેલી સવારે બાળકોને ઉઠાડી તૈયાર કરી સ્કૂલે મોકલવા માટે મમ્મીઓની કસરત વધશે. તેમજ બાળકો પણ વહેલી સવારે ઉઠીને ભણતરની બેગ ઉપાડી સ્કૂલે જઈને શિક્ષણ કાર્યમાં નવી ઉર્જા સાથે જોડાશે.

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં દિવાળી પહેલા દિવાળીનું મીની વેકેશન પડતા જ ઘણા બાળકો આ દિવાળી વેકેશન મનાવવા મામા કે અન્ય સગા સંબંધીઓ તેમજ હરવા ફરવા માટે ઉપડી ગયા હતા. તેમજ અન્ય બાળકોએ ઘરે રહીને પણ નવી નવી પ્રવૃત્તિઓ કરી દિવાળી વેકેશનની ભરપૂર મજા માણી હતી. તમામ બાળકોએ દિવાળીએ ધૂમ ધડાકાભેર ફટાકડાની આતિષબાજી કરી તેમજ નૂતન વર્ષે માતા-પિતા અને વડીલોના આર્શીવાદ મેળવી આ સૌથી મોટા પ્રકાશન પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. ત્યારે હવે બાળકોની મોજ, મસ્તી અને આનંદનો સમય પૂરો થયો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલ ગુરૂવારથી ફરી મોરબી જીલ્લાની 585 સરકારી પ્રાંથમીક શાળા અને 202 ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ થશે.આથી બાળકો પણ દિવાળીની મોજ મજા માણી નવી ઉર્જા સાથે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે.

- text

જો કે વેકેશન ખુલતા બાળકો કરતા તેમની માતાઓની ભારે કસોટી થશે જેમાં એક તો હવે ઠંડીની મૌસમ શરૂ થઈ હોય અને પોતે વહેલા ઉઠી બાળકો માટે પૌષ્ટિક નાસ્તો તૈયાર કરી પછી બાળકોને ઉઠાડી સ્નાન કરાવી તેમજ ભારેખમ ભણતરની બેગ સાથે સ્કૂલે મોકલવા માટે મમ્મીઓની ચિંતા વધશે. જાણે મમ્મીઓ સ્કૂલે જતી હોય એમ ઘરે બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરાવી નાસ્તા સાથે ભણતરની બેગ બાળકોને બદલે માતાઓએ ઉપાડી ઘરની શેરી પાસે કે નાકે રોડ પર આવતી સ્કૂલ વાન કે અન્ય વાહનોમાં બાળકોને બેસાડી સ્કૂલે રવાના કરશે.

- text