વાંકાનેરમાં સીડી ઉપરથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ ઉપર મિટી કુલના કારખાના નજીક આવેલ રહેણાંક મકાનની સીડી ઉપરથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની થાન ચોકડી પાસે રહેતા બાલકીશન ઉર્ફે બાલચંદ ધારજીભાઈ ભુરિયાની દોઢ વર્ષની પુત્રી નંદીની પંચાસર રોડ ઉપર નવાપરામાં રહેતા જીતુભાઇના ઘેર હતી ત્યારે મકાનની સીડી ઉપરથી પડી જતા નંદીનીને ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text